આ સ્મિત, ખુશી, પ્રેમ, દુઆ સઘળું મારું રાખ દોસ્ત.
ને દર્દ, આંસુ, કોઈ પણ ઇલ્જામ તારા લાવ દોસ્ત.
છે પ્રેમની દોરી, પતંગ – ફીરકી ને કિન્ના સ્વપ્નના,
દિલની અગાશી, મૈત્રીના દાદર ને તારો સાથ દોસ્ત.
ફાવી જશે ઊચી ઉડાન, દુનિયાનો ડર નીકળી જશે;
છે દોર મારી ને પતંગ તારો તું પાસે આવ દોસ્ત.
તું આપણા સંબંધને આકાશ આપી દે જરા,
લઇ લે પતંગ, કિન્ના પકડ ને ગાંઠ પાક્કી માર દોસ્ત.
-મેગી આસનાની
No comments:
Post a Comment