સમજો એ પ્રેમ છે. ગઝલ
-------------------------------------------
દિલમાં જો ઊર્મિ ઉછળે, સમજો એ પ્રેમ છે.
આંખો મહીં છબી મળે, સમજો એ પ્રેમ છે.
ગઝલ
કણસે હ્યદયમાં યાદને તડપન વધે ઘણી,
રાતોમહીં હ્યદય બળે, સમજો એ પ્રેમ છે.
સ્થિતિ તમારી એ બને હૈયું રહે ન હાથ,
પાંખો હ્યદયને નિકળે , સમજો એ પ્રેમ છે.
બોલો નહીં કશુ તમે, કેવો કલા ભલા,
આંખો જ બોલે સાંભળે, સમજો એ પ્રેમ છે.
તાકાત છે આ પ્રેમની નજરો મહીં ઘણી,
સામુ જુઓ નયન ઢળે, સમજો એ પ્રેમ છે.
હો રેશમી પીડા ઘણી, આવે મજા બહુ,
એનું 'ધમલ' જો બળ મળે, સમજો એ પ્રેમ છે.
- દેવેન્દ્ર ધમલ
ગાગાલગા ગાગાલગા ગાગાલગા લગા.
No comments:
Post a Comment