ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, June 4, 2016

પાણી ! ! ! (દુષ્કાળગ્રસ્ત વિસ્તારનું દ્રશ્ય)

ભમરાજી કૈંક એવું ગાય છે
“પાણી ઘટી ગ્યુ ને કાદવ વધી ગ્યો ને કમળ પણ સુકાતા જાય છે” 
ભમરાજી કૈંક એવું ગાય છે

ધાવતા ઇ બાળકને હેઠા મૂકી ધ્યે જ્યાં પાણી પાણીની પડે બૂમ
ઇ ટાણે વનવગડે નફ્ફટ થઈ ઊઘડે છે કેસુડાં  લાલ લાલ ઘૂમ
હારબંધ ઉભેલા તગતગતા બેડા કાંઇ તડકે ને તડકે ભીંજાય છે   ?
ભમરાજી કૈંક એવું ગાય છે

કાળઝાળ ઉનાળે એ સી મોટરમાં ઇ બેસીને ક્યે છે કે લૂ છે
મીનરલ વોટરની ઇ બાટલી શું જાણે કે ગાગરનો પ્રોબ્લેમ શું છે ?
કૂવાના તળિયા તો જોઈ નાખ્યા ભાઈ હવે આંખ્યુના’ય તળિયા દેખાય છે
ભમરાજી કૈંક એવું ગાય છે

કૃષ્ણ  દવે.

No comments:

Post a Comment