એલા
ખુશામત ખોરી કર માં .
દરિયાની જેમ ખોટે ખોટો
ઘોંઘાટ કર માં
ઉનાળાના સુરજની
માફક ,
ખોટે ખોટો તપમાં
રાત્રીના અંધકારમાં
મગતરા,
જેમ ગણગણાટ કરી
ખોટું લોહી પી માં.
નદીની જેમ ,
શાંત પ્રવાહ થઈને વાંચ .
ગમે તો
વર્ષા ઋતુમાં
મોર
ટેહુક ટેહુક કરી ........
વરસાદમાં પલળી ને
સોળે કળા કરી ને
મન ભરીને નૃત્ય કર .
વસંત માં ,
કોયલ જેમ ટહુકા કરીને
પોતાનું ગીત ગાવાનું ચાલુ રાખે .
તેમ
તું પણ
તારું ગાવાનું ચાલુ રાખજે .
કવિ જલરૂપ
મોરબી
No comments:
Post a Comment