ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, June 1, 2016

રે 'વું છે તારી હવેલીયે -

પ્રભાતે પથરાતા કિરણોમાં ઝગમગતાં
આવો, આવોને મારી ડેલિયે -
સંધ્યાના કિરણોની લાલીના રંગભરી
રે 'વું છે તારી હવેલીયે -
વરણાગી વાયરાની વાતોમાં વીંટળાતાં
આવો, આવોને મારી ડેલિયે -
પથરાતા ,લહેરાતાં   પ્રીતભર્યા   પાલવમાં
રે 'વું છે તારી હવેલીયે -
મખમલને   ઓઢીને  શિયાળુ  ટાઢકમાં
આવો, આવોને મારી ડેલિયે -
ગરમાવો પ્રેમતણો શબ્દોમાં સૂર સજી
રે 'વું છે તારી હવેલીયે -
ઓળઘોળ ઉનાળે ગરમી તો કાળજાળ 
આવો, આવોને મારી ડેલિયે -
ટાઢકના ટહુકામાં તરસું છીપાવીને
રે 'વું છે તારી હવેલીયે -
ધોધમાર વરસાદી ફોરામાં   ભીંજાવા
આવો, આવોને મારી ડેલિયે -
લથબથતું  થાવું ને ભીંજાવુ સંગસંગ
રે 'વું છે તારી હવેલીયે -
વીજળીનું વહાલ બની આકાશે ફેલાતા
આવો, આવોને મારી ડેલિયે -
મઘમઘતા બાગમાં ગુલ્લાબી   ફુલ બની
રે 'વું છે તારી હવેલીયે -

-----હર્ષિદા દીપક

No comments:

Post a Comment