અગાસીયે ઢોલિયે સૂતી હતી
ખુલ્લુ આકાશ,
તારાનું ટમટમ,
ચંદ્રનો પ્રકાશ ,
ભીતરમાં ઉઘડયો છે ભીનો અવાજ,
ચાલ આજ હવે તું
ખુલ્લા આકાશમાં
ઉડવાને ખોલ તારી પાંખ
આવ તારી પ્રીતસભર દુનિયાને
સજાવ મારી સાથ,
અને ... જાણે કે ......
હાથ મારો પકડ્યો -
પાંખ ખોલી પ્રેમથી ફરતી -
ઝરણાના કલકલ માં વેહ્તી -
પર્વતની ટોચે પડઘાતી -
દરિયાના મોજામાં ડુબતી -
ધરતીપર લીલુડી લેહરાતી -
ઊભી રહી ઉગમણે દ્વાર
ખેતર વચ્ચોવચ્ચ ----
ભરીને પીધું
આખુ આકાશ
આ -----
શૃંગમસ્ત ......
પાંખમાં .
-------હર્ષિદા દીપક
No comments:
Post a Comment