પરંતુ....
અમે આમ તો કહી દીધું છે પરંતુ,
નથી જે કહ્યું, સહી લીધું છે પરંતુ.
નથી ઉછળ્યા દરિયો થઇને અમસ્તું,
થઇ ઝરણું જો વહી લીધું છે પરંતુ.
અરે, એમ તો શબ્દ કાજે જીવ્યો છું,
અને મૌન પણ રહી લીધું છે પરંતુ.
બધા કંટકો અહીં ઓળખી ગયા છે,
અમે ફૂલ સ્પર્શી લીધું છે પરંતુ.
ઉંચાઇ અમેય એ લીધી મેળવી'તી,
અમે થોડુંક ઝૂકી લીધું છે પરંતુ.
-ડૉ. મુકેશ જોષી
No comments:
Post a Comment