ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Monday, July 11, 2016

ગુજરાતી ભાષાની કવિતાઓ માં અલાયદો અવાજ ધરાવતા ગુણીજન કે જેમની ગઝલો, કાવ્યો પર વારી વારી જઈએ જે હમેશા પોતાની કૃતિઓ થી ધૂઆંધાર પ્રશ્નો ઉત્પન કરે છે ને આપણને જીવતા હોવાની નક્કર ખાતરી આપતા એ ગઝલને સ્વાદે ખટમધૂરી ને ગુણથી ગુલકંદી કહે છે... બંદુકમાં જે ભડાકો પાછો ધરબી શકે કવિની એવી ઉપમા આપે એવા કવિ શ્રી સંજુ વાળા ને જન્મદિવસ ની ખૂબખૂબ શુભકામનાઓ

ઈચ્છાના કાચઘરમાં એ કેદ થાય અંતે :
માણસનું નામ બીજું રંગીન માછલી છે.

તપી, તૂટી, તણાઈ સોનું સાબિત થાય
બધી સ્થિતિ વટાવી હોવું સાબિત થાય

પ્રણયની પઢી પાંચ માળા ગુણીજન,
ખુલ્યાં બંધ દ્વારોનાં તાળા ગુણીજન .

હા-હજૂરી કરે અરજ આપે
તું ફકીરોને કાં ફરજ આપે ?

ધલવલાટ ધરશું ‘ને વારી.. વારી.. જઈશું !
જાતથી ઝઘડશું ‘ને વારી.. વારી.. જઈશું !

અર્થા, વ્યર્થા, સદ્ય સમર્થા, તું રમ્યા, તું રંભા
તું મારી ભાષામાં ભૂપા ભવ્ય ગઝલ ગુજરાતી

આંખ છે ક્યારેક ભીની થાય ચૂવે પણ ખરી ,
હા પરંતુ જીવતા હોવાની નક્કર ખાતરી

જ્યાંથી પ્રગટી ત્યાં જ હજુ છે હોવા ના હોવાની ચર્ચા
દીપ તળેનું અંધારું છે હોવા ના હોવાની ચર્ચા

અક્ષરને એના જાણે ના અંકનીય ઓળખ
ભણતર આ એનું કેવું કોરી રહે જ્યાં પાટી

હજુ પણ છે ચર્ચામાં મશગૂલ સંતો,
અમે પ્રશ્ન એવો ધુંઆધાર ફેક્યો

સૌની અંગત ખબર બતાવી દે
લાગણી શું ? શું ડર ? બતાવી દે

હું મોરપિંચ્છનું કરું કેવી રીતે પૃથક્કરણ ?
પ્રત્યેક રંગ આંખથી ટહુકા બનીને નીતરે !

અચળ ઊંડાણ છે આ હાથમાં
અગોચર ખાણ છે આ હાથમાં...

સાવ સામે આવી ઊભાં હો અને ..
શક્ય છે હું ઓળખું ના આપને !

સમાધાનની સામે વસમી શર્ત રાખશે
પાળો, ના પાળો પણ અમથી શર્ત રાખશે

તારે કારણ હે નરસિંહ !
વૈષ્ણવજન આખું સોરઠ !!

ધરબી શકે જો પાછો
બંદુકમાં ભડાકો
ત્યારે કવિ તું પાકો.

સૂન અથવા શિખર બતાવી દે
તું મને મારું ઘર બતાવી દે

હમણાં સમાપ્ત થાશે સત્ર ક્રાઉ ક્રાઉનું પણ
આ ચકલીઓ પજવશે ચક ચક કરી કરીને.

હે મન અધીરા મા હજો આગળ ઉપર જોયું જશે
એ જે પઢાવે તે પઢો આગળ ઉપર જોયું જશે

See Facebook

No comments:

Post a Comment