આખાં જીવનમાં ભાર મળે ;
બે ને બે પાછાં ચાર મળે .
પાછળથી ખંજર શું ઠોકે ?
સામે ખડગોના વાર મળે .
કર યુદ્ધ મેદાને તો સાચો ;
કારણ કે કૃષ્ણનો સાર મળે .
બાજી હારી જાને તો એ ,
હસતાં ફૂલોના હાર મળે.
એક ઘડી , બે પળ જીવી લે
મૃત્યુ પણ ધારોધાર મળે.
કવિ જલરૂપ
મોરબી
11/7/2016
મો . 9979312383
No comments:
Post a Comment