દરિયાએ આવીને રેતીને પૂછ્યું
તું આવશ કે હાલતો હું થાવ
રેતીએ નજરુ પરોવીને કહયું તારી
વ્હેતી ધારાએ આગળ હું થાવ
શંખલા ને છીપલાં ને
પરવાળા બોલ્યા
ઉછળતા વ્હાલ જરા
હળવેથી ખોલ્યા
વાંભ વાંભ ઉછળતા મોજાનો મોભી
ભીતરમાં ભળભળતો ઉનાળાે લાવ
દરિયાએ આવીને.......
માછલી તો મનમાં ને
મનમાં મુજાય
પૂનમની ભરતી કાં
ઉતરતી જાય
પ્રિતમના પ્રેમ માટે પથરાતો હળવે
એવો મલકંતો બોલ્યો તું આવ
દરિયાએ આવીને.......
દરિયાએ આવીને રેતીને પૂછ્યું
તું આવશ કે હાલતો હું થાવ ...
-હર્ષિદા દીપક
No comments:
Post a Comment