નદી ,
પર્વત ,
આકાશ ,
વાયું ,
પૃથ્વી
સાથે કરી શકાય ?!
પ્રવાહીતા ની મર્યાદા
રોજેરોજ કઠોરાધાત કરે
તો પણ વાગે નહીં !
મને ચીમળાઇ ગયેલી વેલને અડકીને
ચાલી જતો એ સ્પર્શ
નાજુક લાગે
ને પછી
આંખમાંથી પાણી વહે
એની ભવ્યતા સામે
હું પામર લાગું
છતાં
દેખાઇ રહેલી વિશાળતા
કેવી રીતે માપવી ?
ધીર ગંભીર હોવું
એના કરતાં
રોજ એક પથ્થર મારીને
આત્મહત્યા કરવી
સહનશક્તિ મીટરપટ્ટીના માપ કરતાં નાની હશે ?
આ બધું રહેવા દઇને
એક સ્મશાનની ઉપમા આપો તો ?
-આકાશ
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Thursday, July 21, 2016
મારી સરખામણી - આકાશ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment