ગઝલ
આંખો બંધ કરી ચાલ હવે ;
ઉગશે સૂર્ય ફરી ચાલ હવે .
જીવન કોરું કટક અહીં છે ;
પ્રેમનો રંગ ભરી ચાલ હવે .
સૂનું મન છે , વન જેવું એ ,
કંઠે ગીત ધરી ચાલ હવે .
ધીંગાણાં છે ડગલે પગલે ,
જો ખેંચાય છરી , ચાલ હવે .
ભીંજાવું ગમશે વરસાદે ?
બંધ કરી છતરી ચાલ હવે .
-કવિ જલરૂપ
મોરબી
No comments:
Post a Comment