ચોતરફથી વાયરાને સહેજ તો ખાળી જૂઓ
દીપ આપોઆપ ટકશે વાટ પેટાવી જૂઓ.
નીર આછાં નીતરી છલકાઈ ઊઠશે હેલ્યમાં
.વીરડો શ્રદ્ધા થકી આ રેતમાં ગાળી જૂઓ.
સાવ ઠૂઠૂં વૃક્ષ પણ મર્મરતું પાછું થઈ જશે
લાગણીના જળથી એના મૂળને સિંચી જૂઓ.
ભીતરે જે ધખધખે છે શાંત પળમાં થઈ જશે
જાત વીદેહી બનાવી બે'ક પળ બેસી જૂઓ.
આમ તો અઘરૂં ઘણું છે એને ખીલે બાંધવું
મનવટકતી ગાય જેવું દોરડું બાંધી જૂઓ.
જીંદગીની નાવ કાણી ને વળી મઝધાર છે
જે ભરાયો ભય છે મનમાં તેને પડકારી જૂઓ.
---રસિક દવે
18-06-2016
.સોમવાર.
No comments:
Post a Comment