એક વૃક્ષ જયારે વવાય છે ત્યારે,
સાથે સાથે ઘણું બધું વવાય છે,
વાવનાર નું વિઝન
ને
વાવનાર ના સપનાઓ...
એક વૃક્ષ વવાય છે ત્યારે,
સાથે સાથે ઘણું બધું વવાય છે,
કલકલ કરતાં પંખીઓ ની
નિરાંત અને આશરો,
ધોમ ધખતા ઉનાળા માં
મુસાફરી કરતાં વટેમાર્ગુ
ની હાશ!
કોઇ ભગવાન નાં શિરે
શોભતાં ફૂલો,
કોઇ બાળક ને હંમેશા
ભાવતાં ફળો,
ઓઝોન માં પડતાં
ગાબડાં નાં થીંગડાં,
સિલિન્ડરો કે ટન માં
ન ગણી શકાય એટલો ઓક્સિજન,
વાદળો ને વરસવાની કંકોતરી,
....અને વાવેલાં વૃક્ષો માં થી
નવાં અવતરિત થનારા
અનેક વૃક્ષો...
એક વૃક્ષ વવાય છે ત્યારે,
સાથે સાથે ઘણું બધું વવાય છે.
---- મુકેશ મણિયાર.
સુરેન્દ્રનગર.
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Thursday, August 4, 2016
ગ્રીન કવિતા : " એક વૃક્ષ જયારે વવાય છે ત્યારે "
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment