ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Tuesday, August 9, 2016

માણસ છે આ માણસ છે ભાઈ માણસ છે ..... હર્ષિદા દીપક

બે ધારી તલવાર માથે .....
ડગડગ થાતો ને અથડાતો,
પળપળમાં એ પીટાતો .....
માણસ છે આ માણસ છે ભાઈ માણસ છે .....

જીવતા જીવે નાટક કરતો, ખાતો થોડું ઘણું ઓકતો,
      રંગરુપનાં    ઢગલા  માથે
      ખીલતો જાતો ને  કરમાતો
માણસ છે   આ માણસ છે   ભાઈ માણસ છે .....

સીટી  વાગી ગાડી આવી,જાત - પાત વચ્ચે ન આવી
     પીડા  સાથે   કરે   યાચના
     પોતે    બોલી ને   પથરાતો
માણસ છે   આ માણસ છે   ભાઈ માણસ છે .....

જગમાં  જેનો ડંકો વાગે, હું સાચો  પડઘામાં  ગાજે
     ઢમઢમ  કરતો  ઢોલ  બજાવે,
     પોલાણો    આંખે ન   ધરતો
માણસ છે   આ માણસ છે    ભાઈ માણસ છે .....

ઘરના લોકો સઘળાં ખોટાં ,બીજાને કરતો એ મોટા,
      થાકે  ત્યારે   ઘરમાં આવી
      મીઠું  બોલીને  ને મલકાતો
માણસ છે   આ માણસ છે   ભાઈ માણસ છે .....

અંત સમે તો હાથ પ્રસારે,મંદિર - મસ્જિદ  ને ગુરુદ્વારે,
       સઘળી   ભૂલો  માફ   કરી  દે
       સ્વર્ગ   સ્થાનની ઇચ્છા કરતો
માણસ છે   આ માણસ છે   ભાઈ માણસ છે .....

       ----- હર્ષિદા દીપક

No comments:

Post a Comment