ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, August 31, 2016

હર્ષિદા દીપક

સપ્તસૂરા  તું  જ સરગમ હોય છે
હોઠ પર જે નામ અણનમ હોય છે

સાચવી  છે  એમ  ઈચ્છા સામટી
ફૂલ ઉપર  જેમ શબનમ  હોય છે

હા ! કલમ કાગળ  રહે સંગાથમાં
એટલે  તો  શબ્દ  સંગમ હોય  છે

પ્રેમથી    માથે    ચડાવું   નીરને
એ જ ગંગા, એ જ ઝમઝમ હોય છે

છે  ખબર એ  આવશે  નઇ  તે છતાં
રાહ  એની  તો  ય હરદમ  હોય છે

         -------હર્ષિદા  દીપક

No comments:

Post a Comment