હોઉં છું કાયમી કામની શોધમાં,
નીકળાતું નથી રામની શોધમાં.
સેંકડો વર્ષથી આથડું છું અહીં,
માનવીથી ભર્યા ગામની શોધમાં.
આમથી તેમ અફળાય છે આયખું,
બંધ બેસે એવાં ઠામની શોધમાં.
કેર ઓફ કાગળો ક્યાં લગી આવશે,
નીકળો જીવ નિજ નામની શોધમાં.
અબઘડી યુદ્ધનો શંખ ફૂંકો હવે,
વ્યર્થ ના જાવ અંજામની શોધમાં.
- હરજીવન દાફડા
No comments:
Post a Comment