તમારી ચાહવાની રીત સારી છે.
મળે તે આપવાની રીત સારી છે.
અમારે ના કશુંયે માંગવું પડતું,
ઇરાદો જાણવાની રીત સારી છે.
ઉદાસી વાદળો ઘેરાય તે પ્હેલાં,
ખુશીઓ લાવવાની રીત સારી છે.
તમે કાબેલ તરવૈયા હતાં જાણું,
ડૂબેલાં તારવાની રીત સારી છે.
ગયાં ચેતી દુઃખોને આવતાં પ્હેલાં,
વિચારી જીવવાની રીત સારી છે.
નથી સંબંધમાં રાખ્યું કદી બંધન,
હસીને છોડવાની રીત સારી છે.
સદા મળશે તમારો સાથ રસ્તે,
'નિરાશે' જીતવાની રીત સારી છે.
- 'નિરાશ' અલગોતર રતન
No comments:
Post a Comment