ઢેફું સમજીને તમે ફેંકી ધ્યો ધૂળમાં
કે સોનાના ત્રાજવેથી તોલો
અમને શું ફેર પડે બોલો ?
આંગળીયું પકડી ક્યાં આવ્યા’તા કોઈની
તે ભૂલા પડવાથી હવે ડરીએ ?
મારગ ને પગલાને મોજ પડી જાય
એમ આપણે તો આપણામાં ફરીએ
લ્હેરખીને જોઈ ઘણાં ભોગળ ભીડે
ને વળી કોઈ કહે બારીયું તો ખોલો
અમને શું ફેર પડે બોલો ?
વગડે વેરાન હારે વાતું મંડાણી
ને મન થયું ઉગ્યા તો ઉગ્યા
આપણે ક્યાં માળીને કરગરવા ગ્યા’તા
ભાઈ ટોચ લગી પૂગ્યા તો પૂગ્યા
ડાળીયું પર ઝૂલે છે આખું આકાશ
એમાં પોપટ બેસે કે વળી હોલો !
અમને શું ફેર પડે બોલો ?
આપણે ક્યાં પરપોટા ભેગા કરવા’તા
તે કાંઠે જઈ માથા પછાડીએ ?
એકા’દો મરજીવો મૂળ લગી પ્હોચે ને
તો જ એને બારણું ઉઘાડીએ
પામી ગયાની બૂમ પાડી પાડીને
ભલે પડછાયા પાડે ત્યાં રોલો
અમને શું ફેર પડે બોલો ?
~ કૃષ્ણ દવે
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Monday, March 28, 2016
અમને શું ફેર પડે બોલો ?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment