આમ તો હરિયાળી ચારેબાજુ આસપાસ
ભાદરવો ભરમાવે ભરપૂર છલોછલ આસપાસ
બસ એક ના જડ્યો મને તો કયાંયે તું
અંદર-બહાર ,આતમ કે રુદિયાની આસપાસ
વાણી,વચન,ધર્મ,કર્મ બધું મારે તો તું
સાતેય જનમના ઘૂંટાયેલા શ્વાસની આસપાસ
રહસ્યોની આરપાર છે એક જાદુ મારે તો તું
એક પછી એક ભેદાતા ચક્રોના આરાની આસપાસ
ઘૂંટાયેલી ક્ષણોની વેદના એટલે મારે તો તું
બસ વ્યથાના વમળોના વર્તુળોની આસપાસ
જીવનના શબ્દોના સુર એટલે મારે તો તું
તારી સરગમના આરોહ અવરોહની બસ આસપાસ
કહ્યા વિના સમજાય એ વાત એટલે મારે તો તું
બસ મર્મોની જાળના ટકરાતા તાણાવાણાની આસપાસ
-જીગીષા "રાજ"
No comments:
Post a Comment