ડોશાની આંખ આજે ભીની થઈને પેલી ડોશીને આવ્યો છે ગુસ્સો,
થોડું બોખું હસો તો આવે જુસ્સો.
ઘડપણની મોસમને આંખોમાં આંજીને,
જીવનના પડકારો છાતી પર રાખીને,
હળવે જો ચાલો તો લાગે છે ઠસ્સો,
થોડું બોખું હસો તો આવે જુસ્સો.
ટેકાને ટેકો છે,જોઈને બોલે છે,
લોકોતો ડોશાને,જોઈને તોલે છે,
આતો સપનામાં સપનાનો કિસ્સો,
થોડું બોખું હસો તો આવે જુસ્સો.
આંખોતો તારીને, મારી પણ ઝાંખી છે,
વાતોને હૈયામાં દાબીને રાખી છે,
તારા દુઃખમાં છે મારો પણ હિસ્સો,
થોડું બોખું હસો તો આવે જુસ્સો.
હાર્દિક પંડ્યા 'હાર્દ'
No comments:
Post a Comment