અરીસો
લોક અરીસે જોઈ ભડકે!
અરીસાને દીધો મેં ભડકે!
અજવાળે આંખો અંજાઈ!
કોણ અરીસો મૂકે તડકે?
ડાબી આંખ ફરકતી જોઈ!
જોઉં અરીસે, જમણે ફરકે!
હાશ મને તો ડાબે ધડકે
એ જ અરીસે જમણે ધડકે!
પાંપણના પરદાઓ વાળા
આંખોમાં અરીસાઓ લટકે!
અરીસો છે ફૂટેલો કે હું?
જોઉં મને હું કટકે કટકે!
અરીસામાં જોઉં તો હરિયો
પૂંઠ કરી છૂપાઈ મલકે!
- હરિહર શુક્લ
No comments:
Post a Comment