ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, June 11, 2016

જો આ રીતે મળવાનું નહી....... વિનોદ જોષી

જો આ રીતે મળવાનું નહીં
દરિયો તો હોય તેથી નદીએ કાંઈ દોડીને આ રીતે ભળવાનું નહીં.

જો આ રીતે મળવાનું નહીં
પાંદડી ગણીને તને અડક્યો ને મારામાં ઉડઝુડ ઊગ્યું એક ઝાડ

ખિસકોલી જેમ હવે ઠેકીને એક એક રુંવાડે પાડે તું ધાડ
છીંડુ તો હોય તેથી ઉભી બજારેથી આ રીતે વળવાનું નહીં.

જો આ રીતે મળવાનું નહીં
એમ કાંઈ એવું કહેવાય નહીં કહેવાનું હોય કોઈ પૂછે જો તો જ

જેમ કે અનેકવાર તારામાં ભાંગીને ભૂક્કો હું થઈ જાતો રોજ
જીવતર તો હોય તેથી ગમ્મે ત્યાં ઓરીને આ રીતે દળવાનું નહીં

જો આ રીતે મળવાનું નહીં
                      – વિનોદ જોષી

No comments:

Post a Comment