ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, March 6, 2016

રંગનું છોગુ

પડી છે રાત ત્યારે જઈ મળ્યું છે રંગનું છોગું
સમયસર તો બહુ જૂજ ને જડ્યું છે રંગનું છોગું
ઉપરવાસેથી તૂટ્યા છે લૂના દરવાજા સાતેસાત
બધું ડૂબી ગયું ત્યારે તર્યું છે રંગનું છોગું
તમે કા વ્યર્થ ખેંચો છો નર્યા ફૂલછોડ સામેના
તમારી આંખમાં ખુંપી ગયું છે રંગનું છોગું
સહુને ગમતા રંગોના દઈ સોગંધ પૂછવાનું
કદી લોહીમાં તોફાને ચડ્યું છે રંગનું છોગું
સમયને કહો નહિ ફિક્કો પડે ચહેરાનો એકે રંગ
ત્વચાના સાતમાં ઘરમાં પડ્યું છે રંગનું છોગું
સ્નેહી પરમાર

No comments:

Post a Comment