જિંદગીની રાહો ક્યાં કોના માટે સરળ રહીં છે અહીં,
ઘડી ઘડી આગનાં દરિયાં ને મૃગજળનાં કિનારા છે..
નવી નવી છે પાંખો ફૂંટી ને ક્ષિતિજ કરવાનું છે પાર,
આભનાં આ જંગલ થોડાં ઓછાં શાંત વધુ બિહામણાં છે..
પારકાંની છોડો લોહીનાં સંબંધોની ચાલે છે વાત,
તમે લખેલાં “તમારાં” નામ પણ ક્યાં “તમારાં” છે…
સ્વસ્થ શરીરમાં ઘવાયેલો માનવી કેદ છે અહીં,
પૂછો તમે તો “મજામાં છીએ” એવાં ખાલી બહાના છે…
તડકાં-છાયડાંના છે પતંગ અહીં ને “જીવન” નામનો માંજો,
સમયનાં ધાબાં ઉપર “આમોદ” દિલના પેંચ લડાવાનાં છે…
No comments:
Post a Comment