ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Monday, April 6, 2015


એ ક્યાં ખબર છે કેમ હું રસ્તા સુધી ગયો
હા, એ ખબર છે કે પ્રથમ નક્શાસુધી ગયો !
ફૂલો જ મારે આંખમાં ઊગાડવા હતા
છે શક્ય કે તેથી જ હું કાંટા સુધી ગયો !
મૃગજળ વિષેની વાત બહુ મેં સાંભળી હતી
તરસ્યા ગળે, હું એટલે હરણા સુધી ગયો
કરવી હતી બે વાત ખુલ્લેઆમ, એટલે
લખવા ગઝલ, મત્લા અને મક્તાસુધી ગયો
ક્યાંથી મળે, ક્યારે મળે, ક્યાં કંઈ ખબર હતી
હું તો ખુદાને પામવા મારાસુધી ગયો !
વિશ્વાસ જઈને કઈ હદે તૂટે, ચકાસવા
બદકિસ્મતી મારી કે હું, ઘરના સુધી ગયો !
એ ભ્રમ હતો કે, તીવ્રતમ છે સાદ એમનો ?
જાણી શકું તો જાણવા, પડઘા સુધી ગયો !
-અજ્ઞાત

No comments:

Post a Comment