ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Monday, May 25, 2015

હસતો ચેહરો રાખજો

સવાર ની ઉષા ને ઝાકળ નો સથવારો,
પણઁ પર ઝાકળબિંદુ ની ભીંનાશ રાખજો;

સૂયઁની સવારી ને પૄકાશનો સથવારો,
પંખીઓના કલરવ નો ગુંજારવ માણજો;

પૄફુલીત ચેહરો ને આનંદ નો સથવારો,
મધુર વચનોમાં માંની મમતા રાખજો;

નયનમાં સપના ને જીવંત રાખજો,
કઠીન મહેનત થી આકાર આપજો;

પાનખર ને વિદાય,વસંતનું આગમન,
હરીયાળુ જગત ને લીંલુ બનાવજો;

"લાલુ" આવે તો હસતો ચેહરો રાખજો,
અંત ને આરંભ નો સરવાળો રાખજો.
    ▪ચુડાસમા લાલજી "લાલુ".

No comments:

Post a Comment