રંગો નુ અદૄભુત મિલન મોરપીછમા થયું,
કુદરત ના રંગોનુ સજઁન મયુરમાં થયું;
કળામય મોર નુ મયુરીમા મિલન થયું,
તયાં મેહુલાની સવારીનું આગમન થયું;
વાદળ ના ગડગડાટ-વીજળી ના ચમકારા,
ઝરમર વરસાદનું મિલન ધરતી ને થયું;
આકાશમાં સાત રંગો નુ સજઁન થયું,
જાણે ફોરમતી ધરતી નુ મિલન થયું;
વન નો રાજા જે "કલાપી નો કેકારવ",
અદૄભુત રંગોની છાંટ મોરપીછમાં થયુ;
મોરપીછની કલગી કાના નાં મુગટમાં સોહે,
વાંસળી ના શૂરમાં ટહુકાનુ મિલન થયું;
વગડામાં મે..આ..વ, મે..આ..વ ના ટહુકા,
સાતેય શૂર-લય નો ઉદૄભવ મોરમાં થયુ;
દેશનું રાજ પંખી , કારતીકેય નું વાહન,
મોરપીછમાં "લાલુ" રંગોનુ મિલન થયુ.
-ચુડાસમા લાલજી "લાલુ"
No comments:
Post a Comment