ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, May 13, 2015

બારી ખૂલી તો ખૂલી ગયું વિશ્વ બહારનું......

શૂન્યતાથી દૂર તું ક્યાં જઇ ચડે છે ભાઇ
તું કોણ છે ને કોના મરણ પર રડે છે ભાઇ !

ફેલાયેલો પ્રદેશ હતો એક મીણનો
સુમસામ શેરીઓનાં ચરણ ત્યાં પડે છે ભાઇ !

તૂટી ગયેલ કાચ અરીસાનો વીણતાં
ચૂરેચૂરા થયેલ ચહેરો જડે છે ભાઇ !

બદલાઈ જાય અર્થ બધાં છત-દિવાલના

એકાદ બારી-બારણું જો ઊઘડે છે ભાઇ !

બારી ખૂલી તો ખૂલી ગયું વિશ્વ બહારનું
અંદર તમારો ઓરડો ય ઊઘડે છે ભાઇ !

–ભરત વિંઝુડા

No comments:

Post a Comment