તમે આવશો ને રાત ની રંગત જામશે,
શરાબ ને શબાબ ની મહેફીલ જામશે;
આંખોના ઈશારાથી નજરો ટકરાશે,
જવાની ના ઘોડાઓ પૂરપાટ દોડશે;
હૈયાની વાતો ને હોઠો પર આવશે,
યૌવન ની અંગડાઈ મિલનમા જામશે;
સૂતા રહયા તમે ને સપનાઓ આવશે,
નશીલી રાતમા અરમાનો જાગશે;
શાંત વાતાવરણમા કોલાહલ ગૂંજશે,
મદહોશ બની બાહોમા તૂફાન જામશે;
રાતભર રોશની નીરવ બની રહેશે,
"લાલુ" મહેફીલમાં મુલાકાત જામશે; .
-ચુડાસમા લાલજી "લાલુ"
No comments:
Post a Comment