મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
પંડને પણ ક્યાં પમાતું હોય છે? તોય અળગું ક્યાં થવાતું હોય છે?
હાથ જ્યાં લંબાય ત્યાં બીજી ક્ષણે રિક્તપાણિ થૈ જવાતું હોય છે!
પગ ભલેને હોય પોલાદી છતાં એક ડગલું ક્યાં ચલાતું હોય છે?
ઝાડ હો તો ડાળ પણ નીચી નમે પ્હાડથી - નીતિન વડગામા
No comments:
Post a Comment