માઙ્યા વીના કોઇ આપતુ નથી,
સ્વાર્થ વીના કોઇ પુછતુ નથી,
બધી જઙ્યા એ તુ ક્યા હોય છે"મા",
અહી મતલબ વીના કોઇ જડતુ નથી.
પ્રેમની દેવી તુ વણમાગે પણ આપતી,
ગમે તેટલા દુખોમા મને શાતા આપતી,
તારા સિવાય મને કોઇ લાડકો કહેતુ નથી,
બધી જઙ્યા એ તુ ક્યા હોય છે"મા"
અહી મતલબ વીના કોઇ જડતુ નથી,
મોટો થયો હોવા છતા મુજને શિખામણ આપતી,
મારો જ વાન્ક હોવા છતા મારો જ સાથ આપતી,
તારા સિવાય કોઇ સાચી શિખામણ દેતુ નથી,
બધી જઙ્યા એ તુ ક્યા હોય છે "મા"
અહી મતલબ વીના કોઇ જડતુ નથી.
-ઘનશ્યામ(શ્યામ)
No comments:
Post a Comment