રોજ ઠાલા વાદળા શીદને મોકલે;
નાહકનો આમ ગડગડાટ ના કર.
હૈયું ધબકારો કયાંક ચૂકી ન જાય;
એવી વિહવળ બેબાકળી ના કર.
મુજ તરસ તુજથી કયાં છે અજાણ;
પ્રેમ હોયતો વરસ ખોટા દેખાડા ના કર.
કહે છે લોકો ગાજે તે વરસે નહી;
પ્રેમનો મલાજો રાખ,,કહેવત ઉજાગર ના કર.
-મિતલ
No comments:
Post a Comment