થર થર થાતી કુંપળ પર અટકેલું પીધું છે
હું બડભાગી છું મેં , પહેલું-વહેલું પાણી પીધું છે
હું કહું છું કે હમણાં હમણાં યાદ નથી રહેતું કંઈ પણ
લોકો કહે છે કે મેં તારું એઠું પાણી પીધું છે
તોય પથારીવશ છે , ના જાણે એને શું થઇ ગ્યું છે !
જે આંખોએ બચપણથી નવશેકું પાણી પીધું છે
મોતી પાકે તે આશે તળ છોડી દે તે બીજા હો
તળિયે આવી પાએ એવા મેનું પાણી પીધું છે
કેવી રીતે નોખા પડીએ હું ને મારી પ્યાસ , કહો !
એકજ ખોબામાંથી ભેગું ભેગું પાણી પીધું છે
પાણી પરની ગઝલ સુણીને તમને એવો પ્રશ્ન થયો ?
ક્યાંનું પાણી પીધું સ્નેહી ? કેવું પાણી પીધું છે !
સ્નેહી પરમાર
અગામી ‘ યદા તદા ગઝલ ‘ માંથી
No comments:
Post a Comment