તમને કઈ વાતની ખાતરી આપુ ?
સત્ય કે અસત્યની જ હાજરી આપુ.
સ્વાસ ચાલે તેવી કેટલી ખાતરી છે ?
ધબકતા હદયની બાહેધારી આપુ.
આંખોમા સપનાઓ ઘૂઘવાટ કરતા,
કેવી રીતે પહોચવાની ચાવી આપુ.
મનમાં રમતી વાત ને રસ્તો જાણીતા,
"પરિશ્રમ એજ પારસમણી" વાત કરુ.
ખાલી હાથો ની હસ્તરેખા નીહાળતા,
પ્રભુ કે અલ્લાહને એક નમ્ર અરજ કરુ.
પંથમાં ચાલતા ચરણો મારા કહે:
"લાલુ"વણઅટક્યા પંથની જીત કરુ.
▪ચુડાસમા લાલજી "લાલુ"
No comments:
Post a Comment