ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, July 18, 2015

એય, તને મનમાં સમાવું તો ચાલશે ?
રાતડીની નીંદર ને નીંદરમાં સપનાં,
ને સપનામાં આવું તો ચાલશે?
પ્રશ્નો પર પ્રશ્નો હું પૂછ્યાં કરું
ને બસ પૂછ્યાં કરું છું એ જ ધૂનમાં
સૃષ્ટિમાં રોજ તને નીરખ્યાં કરું
ને બસ નીરખ્યાં કરું છું તને તૃણમાં
એય, તને બોલાવું ત્યારે તું આવશે?
લાગણીના અણદીઠ્યાં શ્વેત શ્વેત રંગ મહિ
ઇન્દ્રધનુષી એક વાત
સંબંધો જોડવા ઇચ્છાઓ જન્મે
ને ઇચ્છાઓ થામી લે હાથ
એય, મારી ઇચ્છાનો બાગ હવે ફાલશે ?
એય, તને મારી જ બનાવી લઉ તો ચાલશે ?

No comments:

Post a Comment