ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, July 18, 2015

ગઢને હોંકારો તો કાંગરાય દેશે,
પણ ગઢમાં હોંકારો કોણ દેશે ?
રાણાજી, તને ઉંબરે હોંકારો કોણ દેશે?

આઘેઆઘેથી એને આવ્યાં છે કે'ણ,
જઈ વ્હાલમશું ને'ણ મીરાં જોડશે,
હવે તારો મેવાડ મીરાં છોડશે.

આઠે અકબંધ, તારા ભીડ્યા દરવાજાનાં,
ફૂલ જેમ ખૂલશે કમાડ
વેગીલી સાંઢણીઓ વહી જાશે દૂર મૂકી,
ધૂળ મહીં ઊડતો મેવાડ

કિનખાબી પહેરવેશ કોરે મૂકીને મીરાં,
કાળું મલીર એક ઓઢશે.
હવે તારો મેવાડ મીરાં છોડશે.

પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે,

લઇ લેણદેણ તૂટ્યાનું શૂળ,
ડમરી જેવું રે સહેજે ચડતું દેખાશે,
પછી મીરાં વિખરાયાની ધૂળ

મીરાં વિનાનું સુખ ઘેરી વળશે ને રાજ,
રુંવે રુંવેથી તને તોડશે
હવે તારો મેવાડ મીરાં છોડશે.

No comments:

Post a Comment