ના કરેલી ભુલોની સજા રૂપે અમારા માટે
રસ્તા પર અહિં કાટા બિછાવ્યા છે,
અમે પણ તે રસ્તા પર ચાલીને માર્ગમાં એમના ફુલ સજાવ્યા છે.
હોઠ પર હાસ્યનુ આવરણ ચઢાવી
આંખનાં કંઇક આંસુઅો છુપાવ્યા છે,
વાક્યોનાં પ્રહારથી દિલ પર પડેલા ઘા કયાં કદી કોઇને પણ બતાવ્યા છે.
ભલે એકલા સહન કર્યા કંઇક દર્દો
બીજાનાં દિલને કદી કયાં સતાવ્યા છે,
ના થઇ શકયા લોકો જેવા સ્વાર્થી કંઇક સ્વાર્થોએ અમને પણ લલચાવ્યા છે.
જે કતુ સત્ય જાણવાથી જીવન બને ઝેર
એવા પણ કંઇક સત્યોને પચાવ્યા છે,
તમે જાતેજ હવે નક્કી કરો કે ઇશ્વરે અમને કઈ માટીનાં બનાવ્યા છે.
- જાણ નથી
No comments:
Post a Comment