કેવા છે દર્દ એ દિલ? જે સમાતા નથી;
સળગી ઉઠે કાગળ,જે લખાતા નથી.
તું તો મલકયા કરે તારે એમાં શું?
મારા જખ્મો તને જે જણાતા નથી.
રહેવુ ગમે છે મારી નિકટ હંમેશ,
દર્દો પુરાણા કદી જે ફંટાતા નથી.
સમજી જાને ઈશારે ઈશારે વાત,
શબ્દો છે મૌન જે બોલાતા નથી .
"આભાસ" આવે કે તરત નિકાલ,
અમે એવા ક્યાંય જે રોકાતા નથી.
-આભાસ.
No comments:
Post a Comment