ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, October 3, 2015

મોટા મોટા માણસ થઇને કરવાનું શું?

મોટા મોટા માણસ થઇને કરવાનું શું?
ધોળે દિ'એ ફાનસ થઇને કરવાનું શું?

એકે ટીપું એમાંથી જો વરસે નહીં તો,
આખેઆખું વાદળ લઇને કરવાનું શું?

જો કદી એ બીજા માટે થાય ના ભીની,
બેઉ આંખે પાંપણ લઇને કરવાનું શું?

ઢાંકે તો તું જીવતાનું એક અંગ ઢાંકજે,
બાકી પેલું ખાંપણ થઇને કરવાનું શુ ં?

એ છે સર્જક તો અમે પણ સર્જન એના,
શ્વાસે શ્વાસે માંગણ થઇને ફરવાનું શું?

લખવા તારે લાગણીઓની સ્યાહી છે ને?
બાકી કોરો કાગળ લઇને કરવાનું શું?
- અજ્ઞાત

No comments:

Post a Comment