આંખો માં સંતાપ રાખે છે,
હૈયે તાજો વરાપ રાખે છે.
અમે આપ્યું બેહિસાબ બધું,
તે સંબંધ માં માપ રાખે છે.
થયા તો હતા જુદા એ બન્ને,
એ એક જ વિલાપ રાખે છે.
ક્યાં મળવા દે છે આ જગ?
માટે સપને મેળાપ રાખે છે.
સાંભળીનાં જાય દુનિયા.
પ્રેમી હ્રદયે જાપ રાખે છે.
ભમ્યા કરે ફકીરી હાલમાં,
"આભાસ" આજ હાલ રાખે છે.
-આભાસ
No comments:
Post a Comment