ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, October 11, 2015

ગઝલ છે આ તારી ને મારી કહાની,
મહેફિલમાં સૌએ એને ખૂબ વખાણી.

તું એનો સૂર છે તો હું એનો તાલ છું,
તું એનો છંદ છે,તો હું અલંકાર છું, 
વ્યથાની કથા છે એમાં લખાણી,
મહેફિલમાં સૌએ એને ખૂબ વખાણી.
    ગઝલ છે આ તારી ને..............
તું એની જાન છે તો હું એની શાન છું, તું એનું ગીત છે તો હું એનું ગાન છું,
પ્રિતની તો પ્યાસ છે એમાં બુઝાણી,
મહેફિલમાં સૌએ એને ખૂબ વખાણી.
    ગઝલ છે આ તારી ને..............
તું એની "સીતા" છે તો હું એનો "રામ" છું,
તું એની "રાધા" છે તો હું એનો "શ્યામ" છું,
પ્રેમની અમરગાથા એમાં છે સમાણી,
મહેફિલમાં સૌએ એને ખૂબ વખાણી,
    ગઝલ છે આ તારી ને..............

ગઝલ છે આ તારી ને મારી કહાની,
મહેફિલમાં સૌએ એને ખૂબ વખાણી. 
.......................ઘનશ્યામ(શ્યામ)

No comments:

Post a Comment