હોઠ પર હાસ્ય ને લાવે વારતા હળવાશની..
અાંખને કાજળ સુણાવે વારતા કાળાશની...
આ હ્રદયના દર્દને જાણી છતાં બેઠા છે એ..
કેમ કાઢીશું દિલે ખારાશ આ કડવાશની...
બાંધશો ના કોઇ અમને ખોટ જેવા સ્નેહથી..
જાણ છે અમને ભલી આ જગ તણી ભરમાસની...
ક્યાં જુદા છીએ તમે ને હું, આ મનથી એ;કરુપ..
ક્યાં જરૂર છે આપણે તો કોઇના સહવાસની...
વિશ્વને સંભાળતા જગતાત પર વિશ્વાસ છે..
આમ ભરપેટે જમી શ્રદ્ધા ભલે ઉપવાસની...
-જે.એન.
No comments:
Post a Comment