તારા રંગો મારામાં ભળીને ગયા છે ,
દ્રશ્ય બધા ભીતરથી ગમીને ગયા છે.
માળા શું ફેરવું તારા નામની હું,
શ્વાસે શ્વાસ તારુ જ નામ જપીને ગયા છે.
માંગ કર લાગણીઓ ની મારી પાસે,
નામ તારુ લવુંને ખુદા આપીને ગયા છે.
થયા ગયા અમર પ્રેમીઓનાં હ્રદયમાં,
ગઝલ જે દર્દ નીતરતી લખીને ગયા છે.
હકીકત છે કે નકરો "આભાસ" ઓ જિંદગી?
પાછા નથી આવ્યા જે કહીને ગયા છે.
આભાસ
No comments:
Post a Comment