હોય એ બીજાનું ને છતાય મારૂ લાગે છે, બસ,આજ ખ્યાલથી દિલને જરા ‘સારું લાગે છે’…
અને,આમેય રણને ક્યા હોય છે વર્ષાની આશ,
ને છતાય, કોઈ વાદળી વરસ્યાના સમાચાર સાંભળી ‘સારું લાગે છે’….
મળે છે સામે માનવ મેળામા કંઈ લાખોની ભીડ,
ને તોયે,અચાનક “એમના” મળવું,’સારું લાગે છે’...
આ ભરી સભામા ભલે ખુલ્લેઆમ,ન નિહાળી શકે એ મને,
ને છતાય,એનુ તિરસી નજરથી જોવુ, ‘સારું લાગે છે’….
જોયા પછી,દુનિયાના આ જુઠા દિલાસા,
દુ:ખમા પણ,“મજામાં છું”, કહેવુ ‘સારૂ લાગે છે’…
કોણ કહે છે,આ દુનિયામા નામની કોઈ મહત્તા નથી “ગુલશન”,
તારા નામની પાછળ મારું નામ હોવુ, ‘સારું લાગે છે’…
-ડી.કે બારડ
No comments:
Post a Comment