તારા નામની કવિતા શું લખી,
કે છાપે ચડી ગયો,
દર્દની વાત સૌને ગમે છે
જાણી,હીબકે ચડી ગયો.
ક્યાંય ન મળ્યુ સ્થાન
ખોલીને વાત કહેવાનું,
કંઈક તો વાત હતી એમાં,
કે હું મયખાને ચડી ગયો.
નામ મંઝિલ નું પડે ને ,
આવે તારી જ યાદ.
ન કશી કરી રકઝક કોઈથી,
ને રસ્તે ચડી ગયો.
લાગ્યું નહી કોઈ સ્થાન,
સાચી બંદગી માટે ઓ ખુદા,
કરી દે જે માફ આ નાદાનને,
જે સનમનાં આંગણે ચડી ગયો.
આ ગઝલોનું ક્યાંથી વળગયું
ભુત કેને "આભાસ"
તું હતો સાવ સાદો સીધો,
આ કોના રવાડે ચડી ગયો.
-આભાસ
No comments:
Post a Comment