શબ્દ જે ભાવથી ભરેલા છે,
મોનના જંગલે વસેલા છે.
સાદ ક્યાંથી સૂણે કહો ઇશ્વર,
આપણે પથ્થરોમાં મઢેલા છે.
અેમ દેખાયના અે કોઈને,
ખ્વાબ તો આંખમાં રહેલા છે.
હો ભલે સ્થાન મારું અવની પર,
મારા કલ્પન નભે અડેલા છે.
પીઠ પરથી નિશાન જાશે ના,
આપણા અે જ 'ઘા' કરેલા છે.
કોણ આવ્યું'તું' ચોર પગલે આ,?
કોના પગલા અહીં પડેલા છે
બોલશે 'મોર' હૈયાની ભીતર,
છુંદણા પ્રેમના કરેલા છે.
- મેહુલ ગઢવી 'मोर'
No comments:
Post a Comment