ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, November 7, 2015

વહેવાર સાથે હવે પ્રેમ પણ ગ્યો..

વહેવાર સાથે હવે પ્રેમ પણ ગ્યો..
એ અણસાર કાજે ભલો એક જણ ગ્યો...

મજાના જીવનમાં અમે ચાલતાતા..
ને આજે આ ધબકાર પણ એક ક્ષણ ગ્યો...

�લટકતી લટો ને નજર પણ નશીલી..
નયનમાં અમારા ભલે એક કણ ગ્યો....

હવે તો પુજન પણ તમારું જ કરશું..!
હ્રદયના ચબુતરે પડ્યો એક ચણ ગ્યો...

ચડ્યો છે નશો જે મને લાગણીનો..
ને મનના વજનમાં હવે એક મણ ગ્યો...

છુટી ગઇ હવેતો "જગત"ની જફાઓ..
કે'વાતો સમજદાર એ એક ગણ ગ્યો...

-જે.એન.પટેલ 'જગત'

No comments:

Post a Comment