અરે!આજે એક કરૂણ દ્રશ્ય નિહાલ્યુ ,
એક માણસને માણસ
સાથે ઝઘડતા જોયુ...
હા, કહેવાના છે માણસો બધાં,
આ જોને કુદરતી ભાવો મૂકી,
કાપી મારવાનું ભૂત વળગ્યુ..
હસવું આવે છે આ દ્રશ્ય જોઈને,
ખુદા પણ નિરાશ થયો હશે,
મારી રચનાને આ તે શું થયુ??
ઉફ્ફ! આ તો જો કેવી દુનિયા !
ફરી એક પતંગિયું નીહાળ્યુ,
એ જ મોજમાં કુદરતને ખોળે ફર્યુ...
હાશ! એક આહલાદક આનંદ,
અરે આ જો કુદરતની એ જ રચના,
માણસ બનવા ફરી એક બાળક જન્મ્યું .....
- જ્ન્નત
પીન્કી પ્રજાપતિ
No comments:
Post a Comment