આજે વળી લાગે,આંખોમાં ભીનાશ જેવું, ફરી પાછો એ જ યાદ આવ્યો હોવો જોઈએ...
કેટલી સરળ હતી મુશ્કેલ જિંદગી પણ તારી સાથે, આજે લાગે દરેક મિલનનો અર્થ,જુદાઈ હોવો જોઈએ...
તુ નથી તો દોસ્ત જાણે,મુશ્કેલીઓ ધોધમાર વરસે,
સાથે હતા ત્યારે નક્કી તુ, ‘ઢાલ’થયો હોવો જોઈએ..
આપણી બેયની મિત્રતા એને પણ જરા તો ખુંચી હશે,
લાગે જુદાઈના કારણમાં એ પણ,જવાબદાર હોવો જોઈએ...
હવે એ પુરતું નથી કે મને માત્ર હેડકીઓ જ આવ્યા કરે,
ક્યારેક અચાનક સામે તુ પણ,ઊભો હોવો જોઈએ...
ઘણીવાર સાંભળેલુ આજે સાચ્ચુ લાગે “ગુલશન”,
કે એક દોસ્ત બીજાની ‘જાન’ હોવો જોઈએ...
-ડી.કે.બારડ
No comments:
Post a Comment